Recents in current affairs

સમગ્ર ભારતમાં ગુજરાત સરકારની નવી પહેલ, વિનામૂલ્યે એફિડેવિટ ગામમાં જ થઈ જશે.

 

સમગ્ર ભારતમાં ગુજરાત સરકારની નવી પહેલ, વિનામૂલ્યે એફિડેવિટ ગામમાં જ થઈ જશે.






એફિડેવિટ કરવાની સત્તા ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી-કમ-મંત્રીને આપવા આવી.

પહેલા જે સરકારી વહીવટી સેવા ના કામ માટે જિલ્લા-તાલુકા મથકે જવું પડતું હતું તે કામ હવે ગ્રામ પંચાયતમાં જ ઓછામાં ઓછા સમયમાં ઉપલબ્ધ રહેશે.

ડિજિટલ ગુજરાત મિશન અંતર્ગત છેવાડાના માનવી સુધી ટેકનોલોજી અને વહીવટી સરળતા નો લાભ પહોંચાડવા ડિજિટલ સેવા સેતુ થકી ૨૨ થી વધુ સરકારી સેવાઓના લાભ ગ્રામ પંચાયત કક્ષાએ જ સરળતાથી મેળવવા માટે પ્રથમ તબક્કામાં 2000 અને ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં 8000
ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે.

પરિપત્ર અનુસાર તલાટી-કમ-મંત્રીને આપવામાં આવેલ સોગંદનામા (નોટરી) ની સત્તા માં આ કામો થશે.

રેશનકાર્ડમાં નામ ઉમેરવું
રેશનકાર્ડમાંથી નામ કમી કરવું
રેશનકાર્ડમાં નામ બદલવું
નવું રેશનકાર્ડ કઢાવવું
ડુપ્લિકેટ રેશનકાર્ડ કઢાવવું
રેશનકાર્ડમાંથી નામ અલગ કરવું
વિધવા સહાયનો દાખલો
ટેમ્પરરી રહેણાંકનો દાખલો
આવકનો દાખલો
બિનઅનામત જ્ઞાતિનો દાખલો
સિનિયર સિટિઝનનો દાખલો
ભાષાકીય લઘુમતીનું સર્ટિફિકેટ
ધાર્મિક લઘુમતીનું સર્ટિફિકેટ
વિમુક્ત-વિચરતી જ્ઞાતિનું સર્ટિફિકેટ
મુખ્યમંત્રી કૃષિ સહાય
વિધવા સહાય અંગેની એફિડેવીટ
રેશન કાર્ડ સંબંધિત એફિડેવીટ
જ્ઞાતિ સર્ટિફિકેટ અંગેની એફિડેવીટ
નામ બદલવા અંગેની એફિડેવીટ

વગેર સહિતની સેવાઓ આવરી લેવામાં આવી છે. આવી 22 સેવાઓ માટે જરૂરી સોગંદનામા (નોટરી)ની સત્તા સરકારે ગ્રામ પંચાયત અધિકારી એટલે કે તલાટી-કમ-મંત્રીને આપી છે.

વકીલ વર્ગમાં ખૂબ નારાજગી કેમ છે ?

રાજય સરકારે 22 પ્રકારના સોગંદનામાં કરવા માટે તલાટી મંત્રીને અધિકાર આપ્યો તેનાથી વકીલ વર્ગ ખૂબ નારાજ છે. કોરોના મહામારીના કારણે નોટરી વ્યવસાયમાં ભયંકર મંદી હોય એવા સમયે નોટરી વકીલોના આકરા વિરોધબાદ સરકાર પોતાનો નિર્ણય બદલશે કે નહીં તે નક્કી નથી પણ અત્યારે તો ગામડા ના લોકો આનો સરકારની આ સેવાનો ખુબજ લાભ લઇ શકશે.

સરકારે તલાટી-કમ-મંત્રી ને આ સત્તાઓ આપી છે તે મુખ્યત્વે 22 સેવાકીય પ્રવૃત્તિઓ માટે છે. તેનાથી તેઓ કોર્ટમાં રજૂ કરવાં પડતાં ઍફિડેવિટ નથી કરી શકવાના. લોકોએ તાલુકા કક્ષાએ 15-20 કિલોમીટર દૂર જવું પડતું હતું, આમ લોકોનો સમય અને પૈસા બચી જશે. ઉપરાંત નોટરી માટે ઓછામાં ઓછો 300 રૂપિયાનો ખર્ચ અને આવવા જવાનો ખર્ચ થતો હોય છે. એ પણ બચી જશે અને કામ સરળતાથી તથા ઝડપી થશે. જ્યાં સુધી નોટરીની સત્તા અને કાયદાકીય જ્ઞાનની વાત છે તો તલાટી-કમ-મંત્રી ખરેખર માત્ર સેવાકીય બાબતો જે પ્રોજેક્ટમાં લૉન્ચ કરાઈ છે તેનું સોગંદનામું કરવાની જ સત્તા અપાઈ છે. જેમાં તેઓ ટાઇપ કરીને કોઈ નવું સોગંદનામું નથી કરવાનું. સેવાઓ માટે સરકારે આપેલા તૈયાર નમૂના પર જ કામ કરવાનું રહશે.


Post a Comment

0 Comments