Recents in current affairs

UPSC પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી

 

UPSC પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?




યુપીએસસી સીએસઈ પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય હવે કોઈ વિદ્યાર્થી લે છે તો શરૂઆતમાં તેના મનમાં સવાલ થાય છે કે આખરે તૈયારી ક્યાંથી શરૂ કરવી? કેવી રીતે કરવી? અભ્યાસક્રમ શું છે? સારા પુસ્તકો કયા છે? કોચિંગ કરવું કે સેલ્ફ સ્ટડી. ઘણા ઓછા નસીબદાર લોકોને શરૂઆતમાં જ યોગ્ય માર્ગદર્શન મળે છે અને તૈયારી કરવામાં તેમને ઘણો બધો સમય બચી જાય છે. ત્યારે વર્ષ 2017ના ટોપર રવિ આનંદ જે ત્રીજા પ્રયાસમાં 79મી રેન્ક લઈને આવ્યા હતા, તેઓ કેટલાક સવાલોના જવાબ આપી રહ્યા છે, જે પરીક્ષાની તૈયારી શરૂ કરનારા વિદ્યાર્થીઓના મનમાં આવે છે.માત્ર UPSC જ નહીં રવિ આનંદની આ ટિપ્સમાંથી કેટલીક વાતો તમને અન્ય સરકારી પરીક્ષામાં પણ કામ આવી શકે છે. તેમ છે  આ ટીપ્સ કે આ માહિતી UPSC ની તૈયારી કરવા માગતા હોય તેમને ઘણો ફાયદો થશે 

​​તૈયારીનો યોગ્ય સમય


જ્યારે ઉમેદવાર પોતાના ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હોય ત્યારથી જ તે પરીક્ષાની બેસિક તૈયારીઓ શરૂ કરી શકે છે. જે અંતર્ગત ન્યૂજ પેપર રોજ વાંચવા, NCRTની પુસ્તકો વાંચવી જેવા ઘણા નાના પરંતુ મહત્વપૂર્ણ કામ કરી શકે છે. આ સાથે જ યુપીએસસીના દરેક વિષયની કેટલીક જાણીતી પુસ્તકો છે, જેને પણ ઉમેદવાર ઈચ્છે તો જોઈ શકે છે. આ ઉપરાંત કોચિંગના સ્ટડી મટિરિયલ અરેન્જ કરીને તેના પર પણ નજર નાખી શકે છે

Newspaper list
 

  • The Hindu: This is very important covering the National and international issues, Science technologies etc. Link
  • Indian Express: This is equally beneficial like that of The Hindu. Explained Section of the Indian Express is very helpful in understanding any topic in-depth and overhaul manner. Link
  • PIB: This is the government source of all the news especially helpful in covering government policies and schemes. Link
  • Economics Times: Editorials in this newspaper is helpful in covering Economics current affairs. Link
  • Down To Earth: Environment is a very important part of UPSC syllabus and covering current affairs from environment is very crucial. Down to Earth newspaper helps in covering Environment Current Affairs. Link

Best English Newspaper for UPSC IAS Exam:

  • The Hindu: This is very important covering the National and international issues, Science technologies etc. Link
  • Indian Express: This is equally beneficial like that of The Hindu. Explained Section of the Indian Express is very helpful in understanding any topic in-depth and overhaul manner. Link
  • PIB: This is the government source of all the news especially helpful in covering government policies and schemes. Link
  • Economics Times: Editorials in this newspaper is helpful in covering Economics current affairs. Link
  • Down To Earth: Environment is a very important part of UPSC syllabus and covering current affairs from environment is very crucial. Down to Earth newspaper helps in covering Environment Current Affairs. Link

Best Hindi Newspaper for UPSC IAS Exam:

  • दैनिक जागरण: यह राष्ट्रीय और अंतर्राष्ट्रीय मुद्दों, विज्ञान प्रौद्योगिकियों आदि को कवर करने के लिए बहुत महत्वपूर्ण है। राष्ट्रीय संस्करण हिंदी माध्यम के IAS उम्मीदवारों के लिए बहुत महत्वपूर्ण है। Link
  • जनसत्ता: जनसत्ता आईएएस एस्पिरेंट्स के बीच एक बहुत लोकप्रिय हिंदी अखबार भी है। Link
  • बिजनेस स्टैंडर्ड: इस अखबार में संपादकीय अर्थशास्त्र के वर्तमान मामलों को कवर करने में सहायक है। Link
  • PIB Hindi: यह विशेष रूप से सरकारी नीतियों और योजनाओं को कवर करने में सहायक सभी समाचारों का सरकारी स्रोत है। Lin

અખબાર વાંચતી વખતે મહત્વપૂર્ણ ટીપ્સ

અખબારને ખૂબ પસંદગીની રીતે વાંચો. યુ.પી.એસ.સી. આઇ.એ.એસ.નો અભ્યાસક્રમ સમજો અને તે મુજબ અખબારમાંથી વાંચવા માટે સમાચારમાં વિષયોને પ્રાધાન્ય આપો.
સંપાદકીય વાંચવું ખૂબ મહત્વનું છે કારણ કે તે વિષયો પર સમજ અને વિવિધ દ્રષ્ટિકોણ આપે છે. યુ.પી.એસ.સી. પરીક્ષા માટે સુસંગત એવા સંપાદકો દ્વારા જાઓ.
ધ્યાન હંમેશા એવા સમાચારો પર હોવું જોઈએ જે યુપીએસસી પરીક્ષા સાથે જોડાયેલ છે અને અખબારના કોઈ અન્ય મસાલા સમાચાર નથી. ઘણાં ઇચ્છુક લોકોની રુચિઓ કદાચ તેમને દૂર કરવામાં આવે પરંતુ સમય જતાં આને નિયંત્રિત કરી શકાય છે.
દૈનિક અખબારમાંથી સ્વયં નોંધો બનાવવાનો પ્રયાસ કરો કારણ કે તે પછીના સમયગાળામાં યાદ રાખવામાં ખૂબ ઉપયોગી થશે.
નોંધો બનાવતી વખતે, તેને તમારા પોતાના શબ્દોમાં લખવાનો પ્રયત્ન કરો કારણ કે તે યાદ રાખવું સરળ હશે અને તમે સમાચારમાંની વિભાવનાઓને ખૂબ સારી રીતે સમજી શકશો.
આવતા મોટાભાગના સમાચારોની ઉડાણ મા depthડાઈમાં ન જાઓ અને નાના તથ્યો અને આંકડાઓ યાદ ન રાખવાનો પ્રયાસ કરો. યુપીએસસી આવા પ્રશ્નો પૂછતો નથી.

યોગ્ય જાણકારીની જગ્યા

યુપીએસસીની પરીક્ષાને લઈને તો ઈન્ટરનેટ પર ઘણુ બધુ છે પરંતુ સારું રહેશે જો ઉમેદવાર કોઈ પ્રકારની જાણકારી માટે યુપીએસસીની ઔપચારિક વેબસાઈટ એટલે કે upsc.gov.in પર જાય. અહીં Exam નામની ટેબની નીચે તમામ પરીક્ષાઓની જાણકારી વિસ્તારમાં આપી હશે, જ્યાંથી તમે માહિતી એકઠી કરી શકો છો. આ પ્રકારે યોગ્ય પુસ્તકોનું લિસ્ટ પણ તમને ઈન્ટરનેટ પરથી મળી જશે. આ માટે ટોપર્સના બ્લોગ અથવા ઘણી કંપનીઓની IASની તૈયારીઓ માટે વેબસાઈ છે, તેની મદદ લઈ શકાય છે.

ઓપ્શનલની પસંદગી

જેમ કે તમે જાણતા જ હશો કે યુપીએસસી સીએસઈ પરીક્ષા માટે ઓપ્શનલ સેલેક્શન ખૂબ જરૂરી હોય છે. આથી સમજીવિચારીને વિષય પસંદ કરો. આ વિષયને તમારે સૌથી વધારે ભણવું પડશે અને તે તમારી રેન્ક બનાવવામાં પણ જરૂરી ભૂમિકા ભજવે છે. ઓપ્શનલને લઈને કોઈનું ન સાંભળો પરંતુ તમને જે વિષય ફાવે છે, તેને જ પસંદ કરો. જો બેથી ત્રણ વિષયમાં કન્ફ્યૂઝન હોય તો NCRTના તે વિષયોની પુસ્તકોને લઈને વાંચો અને જુઓ કે તમને કયામાં રસ પડી રહ્યો છે. રવિ મુજબ, અન્ય રીતે પણ સિલેક્શન કરી શકો છો. જેમાં યુપીએસસીની વેબસાઈટ પર પાછલા વર્ષનું પેપર જુઓ અને અંદાજ લગાવો કે કયા ઓપ્શનલમાંથી કેવા પ્રશ્નો આવે છે. તેનાથી પણ તમને નિર્ણય લેવામાં સરળતા થશે.

​કોચિંગની પસંદગી

કોચિંગની પસંદગી મામલે બધાનો અલગ-અલગ મંતવ્ય હોય છે. તમે ક્યાંયથી પણ કોચિંગ લઈ શકો છો. તેનાથી તમને યોગ્ય માર્ગદર્શન મળશે. એકવાત ખાસ ધ્યાનમાં રાખો છેલ્લે ભણવાનું તમારે જ છે. સેલ્ફ સ્ટડી સૌથી મહત્વપૂર્ણ છે. બાકી આજકાલ ઓનલાઈન લગભગ દરેક વિષયનું મટીરિયલ ઉપલબ્ધ છે તમે તેની મદદ પણ લઈ શકો છો. યુપીએસસીની વેબસાઈટ પરથી પાછલા વર્ષના પેપર જોઈને તમને ઘણી વાતનો અંદાજ આવી જશે. આથી એકવાર વેબસાઈટ પર ખાસ નજર કરો. ઈન્ટરનેટ પર ટોપર્સના વિડીયો જુઓ જેમાં તેઓ પોતાનો અનુભવ શેર કરતા રહે છે સાથે જ ઘણા ટોપર્સ પોતાની નોટ્સ અથવા સ્ટ્રેટર્જીનો વિડીયો પણ મૂકે છે. તેને પણ ચેક કરો.


પોતાની આંખ અને કાન ખુલ્લા રાખો



યુપીએસસીની પરીક્ષા વિશે રવિ ઈન્ટરવ્યૂમાં આગળ કહે છે કે, આ પરીક્ષા એટલી પણ અઘરી નથી. હકીકત તો એ છે કે પાસ થવા માટે તમારે પોતાની આસપાસ બની રહેલી ઘટનાઓ પર નજર રાખવી પડશે. કહેવાનો મતલબ છે કે પોતાના આંખ અને કાન ખુલ્લા રાખો. તમારા સમાજમાં, દેશમાં, દુનિયામાં શું-શું બની રહ્યું છે અને જે ઘટી રહ્યું છે તે કેમ થઈ રહ્યું છે, વગેરે જેવી ઘટનાઓ વિશે તમાને જાણકારી હોવી જોઈએ. આ પરીક્ષામાં આવા જ સવાલો આવી શકે છે.


ઈન્ટરવ્યૂ જણાવે છે રેન્ક

મેઈન્સ અને પર્સનાલિટી ટેસ્ટના માર્ક્સથી મેરિટ બને છે. પ્રીથી માત્ર ક્વોલિફાઈ કરાય છે. ઈન્ટરવ્યૂ આ દ્રષ્ટિકોણથી ખૂબ જ જરૂરી છે આ તમારી રેન્ક લાવવામાં મદદ કરે છે. એવામાં મેઈન્સ બાદ બીજી પરીક્ષા જરૂરી હોય છે પર્સનાલિટી ટેસ્ટ. અહીં તે વાતનું ખાસ ધ્યાન રાખો કે ઈન્ટરવ્યૂમાં તમારા જ્ઞાનથી વધારે પર્સનાલિટીની પરખ થાય છે. આથી તેની તૈયારી અલગથી કરો અને ખાસ મહત્વ આપો. છેલ્લે રવિ એટલું કહીને પોતાની વાત ખતમ કરે છે કે પ્રી, મેઈન્સ અને ઈન્ટરવ્યૂ સાથે જ ઓપ્શનલ માટે અલગ-અલગ સ્ટ્રેટર્જી બનાવીને તૈયારી કરી શકાય છે. આ માટે અલગ-અલગ વિડીયો નેટ પર ઉપલબ્ધ છે, તેની મદદ લો અને જુઓ કઈ પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવાની છે.




Post a Comment

0 Comments